તળાવ છલકાતા તેને વધાવવાની વર્ષો જૂની પરંપરા ને ચાલુ રાખતા તળાવ ઓગનતા આજ રોજ ધાર્મિક વિધિ અનુસાર વધાવવામાં આવ્યું. આ પ્રસંગે મારી સાથે નવાવાસ ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી પ્રેમિલા બેન ભૂડિયા, ઉપસરપંચ શ્રી અરજણભાઇ ભૂડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રી જયંતભાઈ માધાપરિયા, તાલુકા તથા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોની હાજરીમાં વધાવવામાં આવ્યું.