1950 માં શ્રી સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળાની સ્થાપના થઇ. જોતજોતામાં આ શાળાને 70 વર્ષના વાણા થઇ ગયાં શાળાનું મકાન જર્જરીત થઇ જતાં તેના રીનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. 70 વર્ષ પહેલાં જે ડિઝાઈનના રૂપમાં શાળા બની હતી એ જ મૂળ સ્વરૂપમાં એને સાચવીને રીનોવેશન કરવામાં આવશે.
આ શાળામાં અત્યાર સુધી 16000 જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે. આ બધાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે ક્યાંકને ક્યાંક પોતાના ધંધામાં, નોકરીમાં , તો કોઈક સરકારશ્રીના ઉચ્ચ હોદ્દા પર , કોઈ રાજકીય નેતા , ડૉકટર , ઇન્જીનીયર , વકીલ , શિક્ષક જેવા જુદા - જુદા ક્ષેત્રોમાં તેમની કારકિર્દી બનાવી રહ્યા છે. આ બધાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પાયાનું ઘડતર આ શાળામાં થયું છે બધાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ શાળાને યાદ પણ કરતા હશે . શાળાની તાદસ્ય યાદનું સ્મરણ કરાવવા અમે My School 70 - Sarswati Vidiyalay Madhapar નામનું ફેસબુક પેઝ બનાવેલ છે. એમાં અમે શાળાની તમામ માહિતી ફોટા સહિત રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છીએ . જેથી દેશ વિદેશમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાની પ્રાચીન અર્વાચીન માહિતી મેળવી શકે તેમજ એક બીજાના સંપર્કમાં પણ આવી શકે.
ફેસબુક પેઝની સાથે અમે એક વેબસાઇડ પણ બનાવી છે. એમાં જ્ઞાતિ મંડળ ના નામનું એક બેંક એકાઉન્ટ પણ છે. તેમજ તમામે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શાળામાં દાખલ થવાની માહિતી તથા અન્ય માહિતી આપની વેબસાઇડ માં મેળવી શકશો. આપના સ્નેહી આપનુ અમુલ્ય દાન ઓન લાઇન પણ મોકલી શકશો
જે શાળામાં આપણે અભ્યાસ કરી ગયા હોઈએ એ શાળા સાથે આપણી કોઈક લાગણીઓ જોડાયેલી હોય છે. આપણે અત્યારે જે કંઈ છીએ એમાં આ પાયાનું શિક્ષણ જ છે આપણા પર શાળાનું ઋણ છે. ક્યારેક આપણે મળનાર આવે કે હું શાળાનું ઋણ ક્યારે ચુકવીશ તો વિદ્યાર્થીમિત્રો અત્યારે શાળાનું નવું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે દાન આપી શાળાનું ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર છે તો તમે યથાશક્તિ મુજબ દાન આપી આપનો અમૂલ્ય સહયોગ આપી શકો છો આપનો વિચાર આપ રજૂ કરી શકો છો એજ આશા સાથે આપ સર્વેનો આભાર.
જયંત માધાપરિયા પ્રમુખ - શ્રી માધાપર પટેલ જ્ઞાતિ મંડલ અરજણ ભુડીયા પ્રમુખ - શ્રી શાળા સમિતી.
જયંત માધાપરિયા પ્રમુખ - શ્રી માધાપર પટેલ જ્ઞાતિ મંડલ
અરજણ ભુડીયા પ્રમુખ - શ્રી શાળા સમિતી.
1950 માં બનાવવામાં આવેલ ઐતિહાસિક ઇમારત ના પાયાના પથ્થર સમાન દાતાઓ ની નામાવલી
1950 માં બનાવવામાં આવેલ ઐતિહાસિક ઇમારત ના પાયાના પથ્થર સમાન દાતાઓ ની નામાવલી