Madhapar Saraswati Vidyalay

માધાપર પટેલ અંગ્રેજી શાળામાં વૃક્ષારોપણ

સમગ્ર કચ્છમાં ચાલુ વર્ષે વરસાદ એકંદરે સારો વરસતા માધાપર ની કારીમોરી તળાવ, ભુજ નું હમીરસર તળાવ, અન્ય ગામના તળાવો અને ડેમો છલકાતા ચોમેર આનંદ છવાયેલ છે.

આ લહાવો વધુ 🌴વૃક્ષો 🌴વાવી ને જતન કરવાના કારણે મળ્યો છે. આવતા વર્ષો માં હજુ આવો જ લહાવો મળે અને ચોમેર હરિયાળી થાય એવા ઉદ્દેશ સાથે માધાપર પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત માધાપર પટેલ ઇંગ્લિશ સ્કૂલ મધ્યે આજ રોજ 🌿વૃક્ષારોપણ 🌿નો કાર્યક્રમ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જ્ઞાતિ મંડળ ના પ્રમુખ જયંતભાઈ માધાપરિયા, મંત્રી ભરત સાહેબ, શિક્ષણ ના જીવ એવા આદરણીય વડીલ કરસનબાપા, વડીલ વેલજીબાપા, ડાયરેક્ટર પરેશ સર, આચાર્ય મીનાબેન તથા સ્કૂલ ના સ્ટાફ સાથે મને સંસ્થાના ઓડિટર તરીકે હાજર રહી આ 🌾🍁🍀વૃક્ષારોપણનો 🥀🌺 કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો.